" જીવન નો અર્થ "
નયન ને પાંપણ માં બંધ રાખી ને જોવા નો શું અર્થ ?
જીભ ને મુખ માં રાખી ને શબ્દો નો શું અર્થ?
જ્ઞાન ને મન માં રાખી ને બુદ્ધિચાતુર્ય નો શું અર્થ?
કલમ ને શ્યાહી ના મળે તો એના લખાણ નો શું અર્થ?
ભણેલા હોવા છતાં અંધશ્રદ્ધા માં માને એના અનુભવ નો શું અર્થ?
જાણતા અજાણ બને તેના વિશ્વાસ નો શું અર્થ?
વચન આપી ને પાછા ફરી જાય એમના વચન નો શું અર્થ?
વાણી એની અશુભ હોય તેમની સાથે વાત કરવાનો શું અર્થ?
જે અસત્ય નો સહારો લે તેમના સહારા નો શું અર્થ?
જેમની પર વિશ્વાસ હોય તે તોડે તો એમના વિશ્વાસ નો શું અર્થ?
પાંજરા માં પૂરેલા પંખી ને ઉડવા ન મળે તો એની પાંખો નો શું અર્થ ?
જીવન ને જો કોઈ બાંધી દે તો એમના જીવન ના અધિકાર નો શું અર્થ?
વાદળો ને વશ માં કરી લઈએ તો વરસાદ નો શું અર્થ?
મનુષ્ય ના અધિકારો છીનવી લઈએ તો એમના જીવન નો શું અર્થ?
શબ્દો ના એક એક મર્મ ને ના સમજી શકે તેવા શબ્દો નો શું અર્થ?
શરીર ના ધબકારા બંધ થઇ જાય તો એવા જીવન નો શું અર્થ?
ક્રોધ ને વશ માં ના કરી શકે એના સાથે શાંતિ થી વાત કરવાનો શું અર્થ?
સ્વાર્થી મનુષ્યો પાસે થી કાઈક આશા નો શું અર્થ?
દેહ માં આત્મા ના હોય તો એવા દેહ નો શું અર્થ ?
મનુષ્યો માં માનવતા ના હોય એવા મનુષ્યો નો શું અર્થ?
દિલ ના પ્રત્યેક લાગણી ને પૂરી ના કરી શકીએ તો ધબકારા નો શું અર્થ?
માં-બાપ બાળકો નું જીવન છીનવી લે તો એને જીવન દેવાનો શું અર્થ?
માં-બાપ બાળકો નું જીવન છીનવી લે તો એને જીવન દેવાનો શું અર્થ?
લાખો કમાયા પણ કામ ના લાગે તેવી નોટો નો શું અર્થ?
જીવન જીવતા ના આવડે એવા માનવી નો શું અર્થ?
સુંદર દેહ મળવા છતાં સભ્યતા ના હોય તો એવી સુંદરતા નો શું અર્થ?
પોતાના જીવન નો નિર્યણ ના લઇ સકે એવા ડરપોક નો શું અર્થ?
પ્રેમ થી જીવતા ના આવડે તો એવા પ્રેમ નો શું અર્થ ?
જીવન નો અર્થ સમજતા ના આવડે તો એવા જીવન નો શું અર્થ?
-જૈનિષ ડાભી.